ચાંદખેડા મર્ડર કેસમાં ફરાર આરોપી ઝડપાયો, ટેક્નિકલ સર્વેલન્સથી પોલીસે દબોચ્યો
અમદાવાદ શહેરની ચાંદખેડા પોલીસે હત્યાના ગંભીર ગુનામાં ફરાર ચાલતા આરોપીને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આરોપી છેલ્લા લગભગ બે મહિનાથી પોલીસને ચકમો આપી ફરાર હતો. ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સતત તપાસના આધારે પોલીસે તેને વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ નજીકથી દબોચી લીધો હતો.પોલીસના જણાવ્યા મુજબ, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધાયો હતો. 12થી 13 મે 2026 દરમિયાન ઝુંડાલ સ્થિત શ્રીજી સિમેન્ટ પ્રોડક્ટ ફેક્ટરી પાસે આરોપી માનસસિંહ ઉર્ફે બાદલસિંહ કરણસિંહ ટાંક (ઉંમર 28 વર્ષ)એ અંગત અદાવતમાં જશમતસિંહ ઉર્ફે પલ્લુસિંહ સીખલીગર પર તીક્ષ્ણ હથિયાર વડે અનેક ઘા ઝીંકી તેમની હત્યા કરી હતી. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ચાંદખેડા મર્ડર કેસમાં મોટી સફળતા: બે મહિનાથી ફરાર આરોપી પોલીસના હાથે ઝડપાયો
ટેક્નિકલ સર્વેલન્સથી મળી સફળતાપોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઝોન-2 અને ‘પી’ ડિવિઝનની ટીમોએ આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આરોપી મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરતો હોવાથી તેની શોધ મુશ્કેલ બની હતી. પોલીસે મહારાષ્ટ્રના નાલાસોપારા, પાલઘર, સુરતના કીમ તેમજ પાટણ જિલ્લાના રાધનપુર સહિત અનેક સ્થળોએ તપાસ ચલાવી હતી.સર્વેલન્સ સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ પાસે આવવાનો હોવાનું જાણવા મળતાં પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.આરોપીનો ગુનાહિત ઇતિહાસપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ મહારાષ્ટ્રના તુલીંઝ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી ચૂક્યો છે. ઉપરાંત ગુજરાતના માધવપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પણ તેનું નામ નોંધાયેલું છે.આગળની કાર્યવાહીહાલ પોલીસે આરોપીની કાયદેસરની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. હત્યાનું ચોક્કસ કારણ, આરોપીની ભાગવામાં મદદ કરનાર વ્યક્તિઓ અને અન્ય સંડોવણી અંગે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો