N Coverage

News Website

વિવેકાનંદનગર પોલીસે બલેનો કારમાંથી ₹4.20 લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપ્યો

Views: 107
0 0
Spread the love

Read Time:1 Minute, 47 Second

અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનને દારૂબંધી અમલમાં વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ગેરતનગર ગામની સીમમાંથી એક મારુતિ સુઝુકી બલેનો કારમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.ચોક્કસ બાતમીના આધારે પોલીસે GJ-01-WU-9172 નંબરની બલેનો કારને રોકી તપાસ કરતાં પ્લાસ્ટિકના કોથળામાં ભરેલો 600 લિટર દેશી દારૂ, જેની કિંમત અંદાજે ₹1.20 લાખ, મળી આવ્યો હતો. ઉપરાંત ₹3 લાખ કિંમતની કાર પણ કબજે કરવામાં આવી હતી. આમ કુલ ₹4.20 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.આ કેસમાં પોલીસે માઇકલ જોસેફ દાસ (ઉંમર 36) નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે વિમલ અન્નો નામનો આરોપી હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.વિવેકાનંદનગર પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાધવેન્દ્ર વત્સ, અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ અને નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પી.આઈ. પી.ડી. પરમાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love