N Coverage

News Website

દાણીલીમડામાં કોડીન સિરપનો જથ્થો ઝડપાયો, 203 બોટલ સાથે એક આરોપીની ધરપકડ

Views: 86
0 0
Spread the love

Read Time:1 Minute, 41 Second

અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશને નશાકારક દવાઓના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરતાં કોડીનયુક્ત કફ સિરપની 203 બોટલો સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ.32,155 કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસને ખાનગી બાતમી મળી હતી કે દાણીલીમડાની છીપા સોસાયટી સ્થિત લોખંડવાલા કોમ્પ્લેક્સના મકાન નં.209માં રહેતો મુક્કુદશ અનવરહુસેન શેખ પોતાના ઘરેથી ગેરકાયદેસર રીતે કોડીનયુક્ત કફ સિરપનું વેચાણ કરે છે.બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા 100 મિલીની સીલબંધ કોડીન કફ સિરપની કુલ 203 બોટલો મળી આવી હતી. આ જથ્થો કોમર્શિયલ માત્રાનો હોવાથી પોલીસે NDPS એક્ટની કલમ 8(C), 21(C) અને 29 હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.આ સમગ્ર કાર્યવાહી દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઈ સી.ટી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.જે. સોલંકી તથા પોલીસ સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી. હાલ પોલીસે કોડીન સિરપ ક્યાંથી લાવવામાં આવતો હતો અને કોને સપ્લાય કરવામાં આવતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love