N Coverage

News Website

વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ક્લેવની સફળતાને GCCIએ બિરદાવી ઉદ્યોગ-સરકાર ભાગીદારીને મળશે વેગ

Views: 87
0 0
Spread the love

Read Time:3 Minute, 54 Second

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)એ વડોદરામાં 29 અને 30 જૂન દરમિયાન યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ક્લેવ (VGRC) 2026ની ભવ્ય સફળતા બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા છે. GCCI આ કોન્ક્લેવમાં નેશનલ પાર્ટનર તરીકે જોડાયું હતું.GCCIએ જણાવ્યું કે કોન્ક્લેવ મધ્ય ગુજરાતની ઔદ્યોગિક અને આર્થિક ક્ષમતાને ઉજાગર કરવા, નવા રોકાણોને આકર્ષવા તેમજ ઉદ્યોગ અને સરકાર વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થયો છે. કાર્યક્રમ દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ઇનોવેશન, નીતિગત સુધારા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.

કોન્ક્લેવના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનોહર લાલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક મંત્રીઓ, ઉદ્યોગપતિઓ, નીતિનિર્માતાઓ અને વિદેશી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.બીજા દિવસે યોજાયેલા MSME કોન્ક્લેવમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ, રાજ્ય મંત્રી ડૉ. મનીષા વકીલ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. MSME ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

MSME અને ઇન્ડસ્ટ્રી 4.0 પર ભાર, VGRC 2026ને GCCIએ ગણાવ્યો સફળ આયોજનરોકાણ, રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપશે VGRC 2026: GCCIવાઈબ્રન્ટ ગુજરાત રીજનલ

GCCIના પ્રમુખ અને એસ્ટ્રલ લિમિટેડના ચેરમેન સંદીપ એન્જિનિયરે પોતાના મુખ્ય પ્રવચનમાં ઇન્ડસ્ટ્રી 4.0, ટેક્નોલોજી અપનાવવી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ગુણવત્તા સુધારણા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા પર ભાર મૂક્યો હતો. તેમણે MSME ઉદ્યોગોને આધુનિક ટેક્નોલોજી અપનાવી વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનવા અપીલ કરી હતી.કોન્ક્લેવ દરમિયાન “Scaling Up Industry 4.0 Transformation” ગાઇડબુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ ગાઇડબુક MSME ઉદ્યોગોને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, ઓટોમેશન અને ઇન્ડસ્ટ્રી 4.0 ટેક્નોલોજી અપનાવવા માટે માર્ગદર્શન આપશે.GCCIએ જણાવ્યું કે કોન્ક્લેવમાં યોજાયેલા વિવિધ સત્રો, પેનલ ચર્ચાઓ, પ્રદર્શન, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો અને થયેલા એમઓયુ રાજ્યમાં રોકાણ, રોજગારી અને લાંબા ગાળાના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે. ગુજરાતને દેશના અગ્રણી રોકાણ કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવા GCCI સરકાર સાથે સતત સહયોગ આપતું રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love