N Coverage

News Website

અમદાવાદમાં AAA રિયલ્ટી SPL 2.0નો ભવ્ય પ્રારંભ, સ્નૂકરના મહાકુંભનો થયો શુભારંભ

Views: 160
0 0
Spread the love

Read Time:3 Minute, 57 Second

અમદાવાદમાં ફરી એકવાર ક્યૂ સ્પોર્ટ્સનો રોમાંચ છવાયો છે. ધ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત ખાતે AAA રિયલ્ટી સ્નૂકર પ્રીમિયર લીગ (SPL) 2.0નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.દેશભરના દિગ્ગજ અને ઉભરતા ખેલાડીઓને એક જ મંચ પર લાવતી આ લીગમાં કુલ 8 ફ્રેન્ચાઇઝી અને 64 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ગ્લેમર, રમતગમત અને ઉત્સાહથી ભરપૂર ઉદ્ઘાટન સમારોહમાં રમતજગતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

25થી 28 જૂન સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં લીગ મુકાબલાઓ બાદ 28 જૂને સેમિફાઇનલ અને ગ્રાન્ડ ફિનાલે રમાશે. આયોજકોનું કહેવું છે કે SPLનો હેતુ ભારતમાં ક્યૂ સ્પોર્ટ્સને નવી ઓળખ આપવાનો અને યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.હવે તમામની નજર રોમાંચક મુકાબલાઓ પર છે, જ્યાં દેશના શ્રેષ્ઠ ખેલાડીઓ ટાઇટલ માટે પોતાની કાબેલિયત સાબિત કરશે.

અમદાવાદ બન્યું સ્નૂકરનું હબ, AAA રિયલ્ટી SPL 2.0નો પ્રારંભદેશના દિગ્ગજ ખેલાડીઓ અમદાવાદમાં, SPL 2.0ની ધમાકેદાર શરૂઆત

ટુર્નામેન્ટ 25થી 28 જૂન દરમિયાન યોજાઈ રહી છે. 25થી 27 જૂન સુધી બપોરે 2 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી લીગ મેચો રમાશે. જ્યારે 28 જૂને સવારે 11 વાગ્યે સેમિફાઇનલ અને બપોરે 3 વાગ્યે ગ્રાન્ડ ફિનાલે યોજાશે. દેશભરના દિગ્ગજ ખેલાડીઓ, રાષ્ટ્રીય ચેમ્પિયન્સ અને ઉભરતી પ્રતિભાઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.ઉદ્ઘાટન સમારોહમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અજયભાઈ પટેલ, સ્પોર્ટ્સ ક્લબના ભૂતપૂર્વ પ્રમુખ અને રમતગમત ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આયોજક ચિંતન ચોક્સીએ જણાવ્યું હતું કે, SPL આજે માત્ર ટુર્નામેન્ટ નહીં પરંતુ ક્યૂ સ્પોર્ટ્સને નવી ઊંચાઈ આપતું રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહ્યું છે.કાર્યક્રમ દરમિયાન 8 ફ્રેન્ચાઇઝી અને 64 ખેલાડીઓનો ભવ્ય પરિચય કરાવવામાં આવ્યો હતો. SPL 2.0ની સફર અને ભાવિ વિઝન રજૂ કરતી વિશેષ પ્રસ્તુતિ પણ યોજાઈ હતી. મહાનુભાવોએ લીગ દ્વારા યુવા ખેલાડીઓને મળતી તક અને વિશ્વસ્તરીય સ્પર્ધાત્મક માહોલની પ્રશંસા કરી હતી.આયોજકોએ તમામ પ્રાયોજકો, ફ્રેન્ચાઇઝી માલિકો, ખેલાડીઓ અને સમર્થકોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે SPLને ભારતની અગ્રણી ક્યૂ સ્પોર્ટ્સ લીગ બનાવવાનો તેમનો સંકલ્પ યથાવત છે. આગામી ચાર દિવસ દરમિયાન રોમાંચક મુકાબલાઓ વચ્ચે ચેમ્પિયન બનવા માટે ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે, જે સ્નૂકરપ્રેમીઓ માટે યાદગાર રમતોત્સવ સાબિત થશે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love