N Coverage

News Website

ડીપીએસ સ્કૂલ હીરાપુરમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

Views: 166
1 0
Spread the love

Read Time:1 Minute, 59 Second

આજ રોજ ડીપીએસ સ્કૂલ, હીરાપુર ખાતે રોડ સેફ્ટી અને ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો અને ટ્રાફિક નિયમોના પાલનનું મહત્વ સમજાવવાનો હતો.આ પ્રસંગે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. પરમાર સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો, માર્ગ સલામતી અને જવાબદાર નાગરિક તરીકેની ફરજો અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં રોડ સેફ્ટી ફેકલ્ટી આશિષ દવે પણ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને રોડ પર સુરક્ષિત રીતે ચાલવા, વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા તેમજ હેલ્મેટ અને સીટ બેલ્ટના ઉપયોગનું મહત્વ સમજાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને માર્ગ સલામતી સંબંધિત અનેક મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં ટ્રાફિક પ્રત્યેની જવાબદારી અને જાગૃતિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love