ટેક્સટાઇલ ઉદ્યોગકારો સાથે સંવાદ કરી કેન્દ્ર સરકારની વિકાસયાત્રા અને સિદ્ધિઓ અંગે આપી માહિતી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી “વિશેષ સંપર્ક અભિયાન” હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદ પશ્ચિમ લોકસભા ક્ષેત્રના ભાજપા સાંસદ દિનેશ મકવાણાએ અમદાવાદના જાણીતા ટેક્સટાઈલ ઉદ્યોગ સંગઠન મસ્કતી મહાજનની મુલાકાત લીધી હતી. મસ્કતી મહાજન ગુજરાતના ટેક્સટાઈલ વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રનું એક પ્રતિષ્ઠિત સંગઠન માનવામાં આવે છે. શહેરના વેપાર અને ઉદ્યોગ વિકાસમાં આ સંસ્થાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સાંસદ દિનેશ મકવાણાએ મસ્કતી મહાજનના હોદ્દેદારો અને ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી કેન્દ્ર સરકારના છેલ્લા 12 વર્ષ દરમિયાન વેપાર, ઉદ્યોગ અને અર્થતંત્રના ક્ષેત્રમાં થયેલા વિવિધ વિકાસકાર્યો અંગે ચર્ચા કરી હતી.
ટેક્સટાઈલ ઉદ્યોગકારો સાથે સાંસદ દિનેશ મકવાણાનો સંવાદ, વિકાસકાર્યોની આપી માહિતી
આ પ્રસંગે સાંસદ દિનેશ મકવાણાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલાઈઝેશન, ઉદ્યોગ વિકાસ અને Ease of Doing Business જેવા ક્ષેત્રોમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યા છે. કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓ અને યોજનાઓના કારણે નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને નવી તકો મળી છે, જેના પરિણામે દેશના આર્થિક વિકાસને નવી ગતિ મળી છે.તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત દેશના ઔદ્યોગિક વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે અને ટેક્સટાઈલ ઉદ્યોગ ગુજરાતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધારસ્તંભ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉદ્યોગમૈત્રી નીતિઓના કારણે ટેક્સટાઈલ ક્ષેત્રમાં રોકાણ, રોજગારી અને ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.
મુલાકાત દરમિયાન મસ્કતી મહાજનના પરમુખ ગૌરાંગભાઈ ભગત પણ ટેક્સટાઈલ ઉદ્યોગને લગતા વિવિધ મુદ્દાઓ અને પડકારો અંગે સાંસદ સમક્ષ રજૂઆતો કરી હતી. વેપારીઓએ સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અને સુધારાત્મક પગલાં અંગે પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા.સાંસદ દિનેશ મકવાણાએ ઉદ્યોગકારોને ખાતરી આપી હતી કે વેપાર અને ઉદ્યોગ સાથે જોડાયેલા પ્રશ્નો અને સૂચનોને યોગ્ય સ્તરે પહોંચાડવામાં આવશે અને ઉદ્યોગ વિકાસ માટે જરૂરી સહકાર આપવામાં આવશે.ભાજપાના વિશેષ સંપર્ક અભિયાનનો મુખ્ય હેતુ સમાજના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત આગેવાનો, ઉદ્યોગકારો, વ્યાવસાયિકો અને વિશિષ્ટ વ્યક્તિઓ સુધી પહોંચીને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ અને વિકાસયાત્રાની માહિતી પહોંચાડવાનો છે. સાથે જ વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓના સૂચનો અને પ્રતિસાદ મેળવી સરકાર અને સમાજ વચ્ચે વધુ સારો સંવાદ સ્થાપિત કરવાનો પણ આ અભિયાનનો ઉદ્દેશ્ય છે.આ મુલાકાત દરમિયાન મસ્કતી મહાજનના હોદ્દેદારો, ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ તેમજ ભાજપાના સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ વિકાસ, વેપારની તકો અને દેશના આર્થિક વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો