N Coverage

News Website

કેગના અહેવાલના આધારે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં ₹82.57 કરોડના કોન્ટ્રાક્ટ પર કોંગ્રેસના ગંભીર સવાલ

કેગના અહેવાલના આધારે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં ₹82.57 કરોડના કોન્ટ્રાક્ટ પર કોંગ્રેસના ગંભીર સવાલ
Views: 602
0 0
Spread the love

Read Time:4 Minute, 32 Second

અમદાવાદ, : ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં કથિત નાણાકીય ગેરરીતિને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્ય સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ કેગના અહેવાલને ટાંકીને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ અને કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.કોંગ્રેસના દાવા મુજબ, ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામના પ્રોજેક્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા કિરણ પરીખ દ્વારા તેમની પત્ની બીના કિરણ પરીખ સાથે સંકળાયેલી બાયો ટ્રસ્ટ મેડિકલ ડીવાઈસીસને વિવિધ કામોના કુલ આશરે ₹82.57 કરોડના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. કોંગ્રેસે આ બાબતને ‘કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ’નું ગંભીર ઉદાહરણ ગણાવ્યું છે.કોંગ્રેસે વધુમાં દાવો કર્યો કે કેગના અહેવાલમાં ફાઇલોની GST વિગતો અને ઈ-મેઇલ સંબંધિત માહિતીના આધારે કંપની સાથે કિરણ પરીખની પત્નીની માલિકી અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ પ્રોજેક્ટ સાથે કિરણ પરીખના પિતા અને ભાઈઓની સંડોવણી તથા ખરીદી સંબંધિત વિભાગોમાં તેમના પોસ્ટિંગ અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

સ્ટેરાઇલ કન્ટેનરની ખરીદી પર પણ સવાલપત્રકાર પરિષદમાં કોંગ્રેસે કેગના અહેવાલમાં દર્શાવાયેલા સ્ટેરાઇલ કન્ટેનરની ખરીદીના ઉદાહરણનો પણ ઉલ્લેખ કર્યો. કોંગ્રેસના જણાવ્યા મુજબ, આશરે ₹5.92 લાખ પ્રતિ યુનિટના દરે 40 યુનિટ, એટલે કે કુલ ₹2.36 કરોડથી વધુની ખરીદી માટેનો કોન્ટ્રાક્ટ બાયો ટ્રસ્ટ મેડિકલ ડીવાઈસીસને સિંગલ બિડર તરીકે આપવામાં આવ્યો હતો.કોંગ્રેસનો દાવો છે કે બિડિંગ માટેનો સમય સામાન્ય રીતે 21 દિવસ હોવા છતાં આ કિસ્સામાં 11 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. AIIMS નાગપુરના માર્કેટ સર્વેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવા છતાં સંબંધિત સપોર્ટિંગ દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાના મુદ્દે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.ફોજદારી તપાસની કોંગ્રેસની માંગકોંગ્રેસ પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સવાલ કર્યો કે જો વર્ષ 2016-17થી 2025-26 દરમિયાન આ પ્રકારની ગેરરીતિ થઈ હોય તો જવાબદાર અધિકારીઓ સામે સમયસર કાર્યવાહી કેમ ન થઈ? તેમણે માંગ કરી કે સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ તથા અન્ય સંભવિત સંડોવાયેલા લોકોની ભૂમિકા જાહેર કરવામાં આવે અને જરૂર જણાય તો ફોજદારી ફરિયાદ પણ દાખલ કરવામાં આવે.કોંગ્રેસે એવો પણ સવાલ ઉઠાવ્યો કે માત્ર કર્મચારીઓને સસ્પેન્ડ કરવા, છૂટા કરવા અથવા રાજીનામું લેવાથી મામલો પૂર્ણ થઈ શકે નહીં. ₹82.57 કરોડના કથિત કોન્ટ્રાક્ટ અને નાણાકીય ગેરરીતિ અંગે જવાબદારી નક્કી કરી સરકારી નાણાંની સુરક્ષા માટે કડક પગલાં લેવાય, તેવી માંગ કોંગ્રેસે કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love