મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે GATE 2026 નું ઉદ્ઘાટનGATE 2025 ની સફળતા બાદ વધુ ભવ્ય બનીને આવી રહ્યું છે GATE 2026
ગુજરાતના ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રને નવી દિશા આપવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘GATE 2026’ (ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પો 15 થી 18 એપ્રિલ 2026 દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે, જેમાં રાજ્યના ઉદ્યોગ વિકાસ અને વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.GATE 2026 MSME, સ્ટાર્ટઅપ, મોટા ઉદ્યોગો અને રોકાણકારોને એક જ મંચ પર લાવનાર મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે. આ એક્સ્પો દ્વારા નવા વેપાર અવસર, રોકાણની તકો અને આંતરરાષ્ટ્રીય જોડાણોને પ્રોત્સાહન મળશે. ઉદ્યોગ જગત માટે આ એક અનોખી તક ગણાઈ રહી છે, જ્યાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને બિઝનેસ લીડર્સ એકસાથે મળી વિચારોનું આદાન-પ્રદાન કરશે.
ગાંધીનગરમાં GATE 2026, 13 ક્ષેત્રોના ઉદ્યોગો એક જ પ્લેટફોર્મ પરGCCI નું GATE 2026: MSME અને સ્ટાર્ટઅપ્સ માટે સુવર્ણ તક
આ વર્ષે GATE 2026 ‘Gujarat’s Vision – Global Ambition’ થીમ પર આધારિત રહેશે, જે દેશના વિકાસ માટેના ‘વિઝન 2047’ સાથે સંકળાયેલ છે. આ પહેલ ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ઉદ્યોગ, નવીનતા અને ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે કરવામાં આવી છે. GATE 2026 દ્વારા ગુજરાતને Innovation, Sustainability અને Global Trade ના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ, રોકાણકારો, નીતિનિર્માતાઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો હાજરી આપશે.GATE 2026 અંતર્ગત વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોને આવરી લેવામાં આવશે, જેમાં ઓટોમોબાઈલ, ડિજિટલ ટેક્નોલોજી, હેલ્થકેર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી અને સ્ટાર્ટઅપ્સ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. સાથે જ CEO Conclave, B2B મિટિંગ્સ અને સ્ટાર્ટઅપ પિચિંગ જેવા કાર્યક્રમો યોજાશે, જે ઉદ્યોગકારોને સીધી રીતે બિઝનેસ વિસ્તરણમાં મદદરૂપ બનશે.
આ એક્સ્પોમાં હજારો બિઝનેસ પ્રતિનિધિઓ અને સૈંકડો પ્રદર્શકો ભાગ લેવાની સંભાવના છે, જેના કારણે ગુજરાતના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રને નવી ગતિ મળશે. GCCI ના આ પ્રયત્નને રાજ્યને ગ્લોબલ બિઝનેસ હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો