સરખેજમાં ફેક પેમેન્ટથી લાખોની છેતરપીંડી, શાતિર ઠગ ઝડપાયોઓનલાઈન સ્ક્રીનશોટથી વેપારીઓને ઠગનાર આરોપી પોલીસના જાળમાં
અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના ખોટા સ્ક્રીનશોટ બતાવી વેપારીઓને છેતરતો શાતિર આરોપી આખરે પોલીસના હાથે ઝડપાયો છે. શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સરખેજ પોલીસ સ્ટેશનની ટીમે આ કામગીરી પાર પાડી છે, જેને પોલીસ વિભાગમાં પ્રશંસનીય માનવામાં આવી રહી છે.પકડાયેલ આરોપી રૂષિલ ઉર્ફે રાજ વિપુલભાઈ તરુણકુમાર શાહ (ઉંમર 23), રહે. ઘાટલોડીયા, અમદાવાદ, છેલ્લા કેટલાક સમયથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વેપારીઓને નિશાન બનાવી રહ્યો હતો. આરોપી દુકાનદાર પાસેથી માલ ખરીદતા સમયે ઓનલાઈન પેમેન્ટ કર્યાનો ખોટો સ્ક્રીનશોટ બતાવી વિશ્વાસમાં લઈ લેતો અને પછી કોઈપણ રકમ ટ્રાન્સફર કર્યા વગર માલ લઈને ફરાર થઈ જતો હતો.
₹10 લાખથી વધુનો માલ કબ્જે, ફેક ટ્રાન્ઝેક્શન ગેંગનો પર્દાફાશ ખોટા ઓનલાઈન પેમેન્ટથી છેતરપીંડી કરતો આરોપી ઝડપાયો, 8 કેસ ખુલ્યા
આ પ્રકારની છેતરપીંડીનો ભોગ બનેલા અક્ષર ફોર્મ એન્ડ લેધર નામની દુકાનના માલિકે ફરિયાદ નોંધાવતા સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતા સમજતા પોલીસએ તરત જ તપાસ શરૂ કરી અને ટેક્નિકલ એનાલિસિસ તેમજ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી.પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી વિવિધ જગ્યાઓ પરથી છેતરપીંડીથી મેળવેલ મોટાપાયે મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જેમાં અંદાજે રૂ. 10.87 લાખનો માલ સામેલ છે. આ મુદ્દામાલમાં 45 મીટર પડદાનું કાપડ અને બ્લેકઆઉટ અસ્ટર, ORIENT કંપનીની 60 જેટલી લાઈટો, EUROPA કંપનીના ઈલેક્ટ્રિક ડોર લોક અને સંબંધિત સામાન, CROMPTON કંપનીના સીલિંગ ફેન, BRIDGESTONE કંપનીના ટ્યુબલેસ ટાયર તેમજ એક ટાટા નેક્સોન કારનો સમાવેશ થાય છે. ઉપરાંત, આરોપી પાસેથી બે આઈફોન મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે.પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપીનો ગુનાહિત ઈતિહાસ પણ નોંધપાત્ર છે. તેના વિરુદ્ધ ગાંધીનગર ઈન્ફોસિટી, નવરંગપુરા, બોડકદેવ, ઘાટલોડીયા, સેટેલાઈટ અને નારણપુરા સહિતના પોલીસ સ્ટેશનોમાં અગાઉથી જ છેતરપીંડીના કુલ 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેમ છતાં, આરોપી સતત આ જ પ્રકારની ઠગાઈમાં સંડોવાયેલો હતો.આ સમગ્ર ઓપરેશનમાં સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. કે.બી. ચૌધરી તથા ટીમના અન્ય સભ્યોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી વધુ વેપારીઓને નુકસાન થતું અટકાવવામાં સફળતા મળી છે.પોલીસે આરોપી સામે વધુ તપાસ હાથ ધરી છે અને તેના અન્ય સાગરીતો તેમજ વધુ ગુનાઓ વિશે માહિતી મેળવવાની કાર્યવાહી ચાલુ છે. શહેર પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારતા પહેલા ખાતરી કરી લેવી અને ફક્ત સ્ક્રીનશોટ પર વિશ્વાસ ન કરવો.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો