પેટ માટે અલગ પ્લે એરિયા અને તેમાં પેટ માટે રમત ગમતના સાધનો મૂકવામાં આવ્યા છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક એવું ગાર્ડન બનાવ્યું છે જેમાં પેટ માટે અલગ પ્લે એરિયા અને તેમાં પેટ માટે રમત ગમતના સાધનો મૂકવામાં આવ્યા છે.. આ ગાર્ડનમાં આગામી દિવસોમાં પેટ રમતા જોવા મળશે…વર્તમાન સમયમાં બાળકોમાં આઉટડોર ગેમ રમવાનું ઓછું થઈ રહ્યું છે ત્યારે બાળકો આવી રમત રમે . વોક કરવા પ્રેરાય તે માટે બોપલ તૈયાર કરવામાં આવેલ ગાર્ડનમાં વિવિધ રમતો તૈયાર કરવામાં આવી છે
વર્તમાન સમયમાં બાળકોમાં આઉટડોર ગેમ રમવાનું ઓછું થઈ રહ્યું છે ત્યારે બાળકો આવી રમત રમે . વોક કરવા પ્રેરાય તે માટે બોપલ તૈયાર કરવામાં આવેલ ગાર્ડનમાં વિવિધ રમતો તૈયાર કરવામાં આવી છે..શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે રૂ. 4.5 કરોડના ખર્ચે ગાર્ડન બનાવવામાં આવ્યો છે. ..આગામી થોડા દિવસોમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે… લોકો કસરત કરી શકે તેના માટે ઓપન જીમ પણ બનાવવામાં આવેલું છે. ગાર્ડનમાં નાના તળાવ જેવું પણ બનાવવામાં આવેલું છે. ગાર્ડનમાં ખાસ કરીને નાના બાળકોને આજના કોમ્પ્યુટર યુગમાં ભુલાઈ ગયેલી જૂની રમતો ને યાદ અપાવે એવી રમતો રમી શકે તેના માટેનો વિભાગ બનાવવામાં આવ્યો છે. બાળકો રમત રમી શકે તેના માટે રમતના બે અલગ વિભાગ બનાવવામાં આવ્યા છે જેમાં છ વર્ષથી લઈ અને 13 વર્ષના બાળક માટે અને 18 વર્ષ સુધીના બાળક માટે એમ બંને વિભાગમાં અલગ અલગ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 10 વર્ષથી ઉપરના બાળકો રમી શકે તેવા માટે સાપસીડી, પગથીયા સહિતની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 6 વર્ષથી લઈ 10 વર્ષના નાના બાળકો રમે તેના માટે લપસણી, હીચકા સહિતની રમતો મૂકવામાં આવી છે. રમતો રમવા માટે બાળકોને શારીરિક શ્રમ કરવો પડે તેના માટેની પણ રમતો બનાવવામાં આવેલી છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો