અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર સાથેના વિવાદમાં આર્બીટ્રેશનની કાર્યવાહી માટે કોઇપણ પ્રકારની કાયદાકીય જોગવાઇ સિવાય જ આર્બીટ્રેટરની નિમણુંક કરી દેવાના મામલે લીગલ કમિટિ દ્વારા વિજીલન્સ તપાસ સોંપવામાં આવી હતી જેમાં વિજિલન્સ વિભાગે આર્બીટ્રેશનની કામગીરીમાં માત્ર સિસ્ટમને જવાબદાર ગણાવીને કોર્પોરેશનના લીગલ વિભાગના અધિકારીઓનો બચાવ કર્યો છે.લીગલ કમિટીમાં વિજિલાસન રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં કોઈપણ અધિકારીની જવાબદારી ન હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો..અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરો વચ્ચેના તકરારમાં નિકાલ કરવા માટે આર્બિટ રેશનમાં કામગીરી કરવામાં આવતી જેમાં તમામ 60 કેસોમાં amc નો પરાજય થયો હતો..કેસોમાં વકીલો પાછળ મોટો ખર્ચ થયો હતો. આ બાદ લીગલ કમિટી દ્વારા આરબીટ્રેશન પ્રથા દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને આર્બીટ્રેશન અંગે જવાબદારી નક્કી કરવા વિજિલન્સ તપાસ મૂકવામાં આવી હતી જો કે મહત્વની બાબત એ છે કે તપાસ રિપોર્ટમાં અધિકારીઓને બચાવી લેવાયા છે
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો