જગદીશભાઇ વિશ્વકર્મા એ વધુમાં જણાવ્યું કે, સાબરકાંઠા જીલ્લો સહકારીતા માટે આગવી ઓળખ ઘરાવતો જિલ્લો છે. આજના નવ યુવાનોને ખબર નહી હોય કે અંધકાર કોને કહેવાય. પહેલાના સમયમાં સાંજના સમયે વાળુ કરી લેવુ પડે તેવી સ્થિતિ હતી,ફાનસ પ્રગટાવી સાંજનુ ભોજન કરવુ પડતુ હતુ, આજે ગામડાઓમાં 24 કલાક વિજળી મળે છે. દેશમા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિકાસની રાજનીતી પ્રસ્થાપિત કરી છે. જિલ્લામાં મેડિકલ કોલેજ,આર્ટસ-કોમર્સની કોલેજો,શાળાઓ,રોડ-સસ્તા, પ્રાથમિક સગવડો હોય ત્યારે વિકાસ થયો કહેવાય અને આજે વિકાસની દિશામાં આપણે સૌ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યા છીએ તેનુ આપણને ગૌરવ છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ હિંમતનગર રેલવે સ્ટેશને આધુનિક સેવાથી સજ્જ બનાવવામાં આવ્યું છે તેમજ જિલ્લાના વિવિધ વિકાસલક્ષા પ્રકલ્પોની માહિતી આપી હતી. ખેડૂતોને આપણે નમન કરીએ છીએ તેમના માટે વિવિઘ યોજના થકી તેમની સમસ્યા દુર કરવાનો પ્રયાસ કરીએ છીએ પણ કોંગ્રેસની સરકારે ખેડૂતોના અવાજને દબાવવાનુ કામ કરતી હતી. આ વખતે કમોસમી વરસાદને કારણે ગુજરાતના ગામડાઓમાં નાનુ-મોટુ ઘણુ નુકશાન થયુ ત્યારે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ ખેડૂતોની વચ્ચે જઇ તેમના પર આવેલ સંકટમાં તેમની મદદ માટે ગયા. આજે દેડકાની જેમ નેતાઓ અલગ-અલગ રાજયોમાથી આવી આપણા રાજયના ખેડૂતોને ભોળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને કહેવુ છે કે તમે તમારા પ્રાંતમાં ખેડૂતોને શું મદદ કરી તેની ચિંતા કરો. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ખેડૂતો માટે ઉદાર મન રાખ્યુ છે. આજે દેડકાની જેમ ફુટી નીકળેલા નેતાઓ આપણને એમ કહે છે કે તમે આટલુ વળતર ચુકવો તો એક વખત પુછો કે તમે પંજાબમાં કેટલુ વળતર ચુકવ્યુ અને અમારા ખેડૂતને પુછો કે અમે કેટલુ વળતર આપ્યું. ભાજર સરકારે ખેડૂતોને ઐતિહાસીક 100 ટકા વળતર આપવાનો નિર્ણય કર્યો છે. અન્ય રાજ્યોના નેતાઓ ગુજરાતમાં આવી આપણા ખેડૂતોને છેતરવાનો પ્રયાસ કરે છે ગુજરાતની જનતા ભોળી ચોક્કસ છે પરંતુ સમજદાર છે અને એટલા જ માટે સતત 25 વર્ષથી મોદી સાહેબ સાથે અડીખમ ઉભી છે. વડાપ્રધાનશ નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી અભિયાનને વધ મજબૂત કરીએ અને તેના માટે ઘર વપરાશમાં આપણે સ્વદેશી વસ્તુ ખરીદવાનો સંકલ્પ કરીએ. આપણે સૌ સાથે મળી આત્મનિર્ભર ભારત બનાવવા તેમજ વિકસીત ભારત બનાવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો હાથ વધુ મજબૂત કરીએ. અંતમાં શ જગદીશએ જણાવ્યું કે, ભાજપ એટલે સહકારથી સમૃદ્ધી, ભાજપ એટલ પશુપાલકની સમૃદ્ધી,ભાજપ એટલે ખેડૂતોને યોગ્ય વળતર,ભાજપ એટલે વાઇબ્રન્ટ ગુજરાત,ભાજપ એટલે યુવાનોનુ ભવિષ્ય,ભાજપ એટલે મહિલાઓ સુરક્ષીત,ભાજપ એટલે વિકાસ અને વિશ્વાસ.
પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે સંબોઘન કરતા જણાવ્યું કે, આપણને યુવાન,ઉર્જાવાન, ઉત્સાહી તેમજ સંગઠન અને સરકાર બંનેનો અનભુવછે તેવા પ્રદેશ અધ્યક્ષ આપણને મળ્યા છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ તેમણે કહ્યુ હતું કે મારા સ્વાગતમાં કોઇ બુકે કે મોંઘી વસ્તુ નહી પરંતુ મારુ સ્વાગત વિદ્યાર્થીઓને જરૂરીયાત એવી નોટબુક,પુસ્તકથી કરજો જેનાથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અર્પણ કરી શકીએ. આગામી સમયમાં પ્રદેશ અધ્યક્ષશ્રીનો દરેક જિલ્લામાં પ્રવાસ કાર્યક્રમ થવાનો છે અને જે જે જિલ્લામાં પ્રવાસ થયો છે તેમાં કાર્યકર્તાઓ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રીને આવકારવા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી રહ્યા છે તે જ પ્રદેશ અધ્યક્ષશ્રી પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.સમગ્ર વિશ્વમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી પાર્ટી બનાવવાનો શ્રેય પાર્ટીના કાર્યકર્તાઓને જાય છે. પહેલાના સમયમાં મની પાવર,મસલ્સ પાવર,જ્ઞાતી-જાતીના આઘારે ચૂંટણી લડાતી હતી પરંતુ નરેન્દ્રભાઇ મોદી સાહેબે રાજય અને દેશમાં વિકાસની રાજનીતી પ્રસ્થાપિત કરી અને તેમના નેતૃત્વમાં ગુજરાતમાં સંર્વાગી વિકાસ થયો છે જે આજે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ચાલી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ વિકસીત રાષ્ટ્ર તરીકે આગળ વધે તે માટે પ્રયાસ કરી રહ્યા છે.
પ્રદેશ પ્રમુખ ના અભિવાદન સમારોહમાં પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલ, જીલ્લાના પ્રમુખશ્રી કનુભાઇ પટેલ, રાજયના મંત્રી પ્રદ્યુમનભાઇ વાજા, પ્રદેશના ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા, પ્રભારી, શ્જેન્દ્રભાઇ, પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જશ્રીઓશ્ ડો. ઋત્વીજભાઇ પટેલ, ઘવલભાઇ દવે, સંદિપભાઇ દેસાઇ, સાંસદ ઓ, ધારાસભ્યશ્રીઓ, સાધુ-સંતો, વિવિઘસમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો