N Coverage

News Website

અસલાલી પોલીસની મોટી કાર્યવાહી: જાહેરમાં જુગાર રમતા 9 શખ્સ પકડાયા

Views: 115
1 0
Spread the love

Read Time:3 Minute, 10 Second

અમદાવાદ જિલ્લાના દસ્કોઈ તાલુકાના ઓડગામ વિસ્તારમાં જાહેરમાં પૈસા-પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા 9 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ તથા નાયબ પોલીસ અધિક્ષક આસ્થા રાણા ના માર્ગદર્શન હેઠળ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તેના અનુસંધાને અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ અને આધારીત માહિતી મળી હતી કે ઓડગામ ગામે ઇન્દિરા આવાસની પાછળ, પંચરત્ન-2 નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પૈસા-પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. માહિતીના આધારે પોલીસ ટીમે સ્થળ પર રેઇડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.રેઇડ દરમિયાન કુલ 9 ઇસમો જાહેરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા. આરોપીઓની અંગજડતી દરમિયાન રૂ. 25,500/- રોકડ રકમ તથા દાવ ઉપર મુકાયેલ રૂ. 4,000/- મળી આવી હતી. ઉપરાંત 52 નંગ ગંજીપત્તા પાના પણ કબ્જે કરવામાં આવ્યા હતા. આમ કુલ રૂ. 29,500/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે અસલાલી પોલીસ સ્ટેશનમાં બી.ગુ.ર.નં. 11192002260268/2026 મુજબ જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કાર્યવાહી કરનાર અધિકારીઓ:

પો.ઇન્સ. એ.પી. ચૌધરીપો.સબ.ઇન્સ. આર.એસ. રબારીઅ.હે.કો. અનિરુદ્ધ આયદાન (બ.નં. 664)અ.પો.કો. વિનોદભાઇ મનુભાઇઆ.પો.કો. દિપકસિંહ બહાદુરસિંહ (બ.નં. 209)આ.લો.ર. બલવીરદાન હસુદાન (બ.નં. 044)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love