137 પોલીસ એકમોમાં મચ્છર બ્રિડિંગ ચેકિંગ, શું ઠપકો મળ્યા બાદ જ જાગે છે તંત્ર?
અમદાવાદ શહેરમાં તાજેતરના વરસાદ બાદ મચ્છરજન્ય રોગોનું જોખમ વધ્યું છે. ત્યારે મચ્છરોના બ્રિડિંગને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરના પોલીસ સ્ટેશનો, પોલીસ હેડક્વાર્ટર અને પોલીસ લાઇન સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે.વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ શાખા દ્વારા શહેરના વિવિધ ઝોનમાં આવેલા કુલ 137 જેટલા પોલીસ એકમોમાં તપાસ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન પાણીની ટાંકીઓ, બિનવારસી વાહનો, ખુલ્લા પાત્રો, ટાયરો અને સ્ક્રેપ મટિરિયલમાં મચ્છરના બ્રિડિંગની તપાસ કરવામાં આવી હતી. સાથે થર્મલ ફોગિંગ અને દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.
વરસાદ બાદ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, AMCની કામગીરી માત્ર કાગળ પર?
પરંતુ અહીં સવાલ એ છે કે મચ્છરના બ્રિડિંગ સામેની આ કામગીરી ખરેખર નિયમિત છે કે પછી અધિકારીઓને ઠપકો મળ્યા બાદ જ કામગીરી તેજ કરવામાં આવે છે?સૂત્રોના જણાવ્યા મુજબ, મચ્છરના બ્રિડિંગના સ્થળો અંગે અગાઉથી પણ ફરિયાદો અને સમસ્યાઓ સામે આવતી રહી છે. છતાં ચોમાસા દરમિયાન સ્થિતિ ગંભીર બન્યા બાદ જ મોટા પાયે ચેકિંગ અને ફોગિંગની કામગીરી હાથ ધરાતી હોવાના સવાલો ઉઠી રહ્યા છે.જો મચ્છરના બ્રિડિંગને રોકવા માટે નિયમિત સર્વેલન્સ અને કાર્યવાહી થતી હોય, તો વરસાદ બાદ અચાનક આટલી મોટી ઝુંબેશ હાથ ધરવાની જરૂર કેમ પડી?
મચ્છરજન્ય રોગોનો ખતરો વધ્યો, AMCના ચેકિંગ સામે ગંભીર સવાલો
શું AMCનો આરોગ્ય વિભાગ માત્ર કાગળ પર કામગીરી બતાવી રહ્યો છે?શું અધિકારીઓના ઠપકા બાદ જ ફિલ્ડમાં કામગીરી શરૂ થાય છે?અને સૌથી મહત્વનો સવાલ—મચ્છરોનું બ્રિડિંગ વધે તે પહેલાં તેને રોકવા માટેની કાયમી વ્યવસ્થા ક્યાં છે?AMC દ્વારા નાગરિકોને અઠવાડિયામાં એક વખત પાણી ભરાઈ રહેતા પાત્રો ખાલી કરી તેને ડ્રાય રાખવા અને આસપાસ સફાઈ જાળવવા અપીલ કરવામાં આવી છે. પરંતુ નાગરિકો પાસેથી જવાબદારીની અપેક્ષા રાખતા પહેલાં તંત્ર દ્વારા જાહેર સ્થળો, સરકારી પરિસરો અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સતત અને અસરકારક કામગીરી થાય તે પણ એટલું જ જરૂરી છે.હવે જોવાનું એ રહેશે કે 137 પોલીસ એકમોમાં કરવામાં આવેલી આ કાર્યવાહી માત્ર એક દિવસની ઝુંબેશ બનીને રહી જાય છે કે પછી મચ્છરના બ્રિડિંગ સામે AMC દ્વારા ખરેખર સતત અને અસરકારક કામગીરી કરવામાં આવે છે.
Average Rating
More Stories
વિઝા નિયમો, વિદેશમાં નિવાસ અને ભારત પરત ફરવાના પડકારો અંગે નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની ભવ્ય ઉજવણી!
વટવા પોલીસની મોટી કાર્યવાહી: મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી અબ્દુલસમદ ઉર્ફે બાબા શેખની પાસા હેઠળ અટકાયત