N Coverage

News Website

ચાણક્યપુરીમાંથી ચોરાયેલી બાઈક સાથે આરોપી ઝડપાયો

ચાણક્યપુરીમાંથી ચોરાયેલી બાઈક સાથે આરોપી ઝડપાયો
Views: 1914
1 0
Spread the love

Read Time:2 Minute, 4 Second

અમદાવાદ: ચાણક્યપુરી વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરીના ગુનાનો સોલા હાઈકોર્ટ પોલીસે ભેદ ઉકેલી એક આરોપીની ચોરાયેલી બાઈક સાથે ધરપકડ કરી છે.પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સોલા વિવાંત હોટલ પાસે આવેલા AMTS બસ સ્ટેન્ડ નજીકથી એક શખ્સને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આ બાઈક ચોરીના ગુનામાં વપરાયેલી હોવાનું સામે આવ્યું હતું.પોલીસે આરોપી તરીકે દર્શન કનુભાઈ વીરગર, ઉંમર 25 વર્ષ, રહે. સેક્ટર-5, ચાણક્યપુરી, અમદાવાદની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી Hero Splendor Plus મોટરસાયકલ નંબર UP-80-JC-6331, અંદાજિત કિંમત ₹60,000, કબજે કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, 4 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર 2026 દરમિયાન ચાણક્યપુરીના ડમરૂ સર્કલ નજીક SBI બેંક પાસે જાહેરમાં પાર્ક કરાયેલી મોટરસાયકલનું લોક તોડી ચોરી કરવામાં આવી હતી. આ મામલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયો હતો.આ સમગ્ર કામગીરી પો.સ.ઇ. એસ.જે. દેસાઈની આગેવાની હેઠળ પોલીસ ટીમે હાથ ધરી હતી. પોલીસે ચોરીની બાઈક કબજે કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed