વડનગરથી વારાણસી બાઈક સેવા યાત્રામાં જોડાઈ યુવાનોનો ઉત્સાહ વધાર્યો, મેઘરજ ગ્રામસભામાં નાગરિકો સાથે સંવાદ
મોડાસા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મોડાસા અને મેઘરજ ખાતે આયોજિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી કાર્યકરો, યુવાનો અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.મોડાસા ખાતે વડનગરથી વારાણસી સુધીની ‘બાઈક સેવા યાત્રા’માં જગદીશ વિશ્વકર્મા જોડાયા હતા અને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. કિશોરપુરા ખાતે યોજાયેલા સેવા યાત્રાના સ્વાગત કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા.મોડાસામાં યોજાયેલા ‘યુવા સંવાદ’ કાર્યક્રમમાં તેમણે વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. યુવાનો શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ, સંશોધન, રમતગમત અને ટેક્નોલોજી સહિતના ક્ષેત્રોમાં સક્રિય ભાગીદારી કરે તે અંગે તેમણે આહ્વાન કર્યું હતું.
મેઘરજ ગ્રામસભામાં નાગરિકો સાથે સંવાદમેઘરજ ખાતે યોજાયેલી ગ્રામસભામાં જગદીશ વિશ્વકર્માએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ દરમિયાન ગરીબ, વંચિત, ખેડૂત, યુવા અને મધ્યમ વર્ગ માટે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા વિવિધ કલ્યાણકારી પ્રયાસો તેમજ વિકાસલક્ષી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.અંબાજી જતા પદયાત્રીઓ માટે ‘વિસામો’ કેમ્પની મુલાકાતભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી તરફ પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા શરૂ કરાયેલા ‘વિસામો’ પદયાત્રી સેવા કેમ્પની પણ જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લીધી હતી. તેમણે પદયાત્રીઓ સાથે સંવાદ કર્યો હતો અને સેવા કેમ્પની કામગીરીની જાણકારી મેળવી હતી.આ પ્રસંગે પ્રદેશ મંત્રી તથા જિલ્લાના પ્રભારી સંજયભાઈ દેસાઈ, જિલ્લા અધ્યક્ષ ભીખાજી ઠાકોર, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વડનગરથી વારાણસી સુધીની સેવા યાત્રા દરમિયાન ગામેગામ વડીલોના આશીર્વાદ મેળવવા, સ્વચ્છતા અને ગૌસેવાનો સંદેશ આપવા તેમજ ગ્રામજનો સાથે સંવાદ જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રહી હોવાનું ભાજપ તરફથી જણાવાયું છે.
Average Rating
More Stories
વિઝા નિયમો, વિદેશમાં નિવાસ અને ભારત પરત ફરવાના પડકારો અંગે નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની ભવ્ય ઉજવણી!
વટવા પોલીસની મોટી કાર્યવાહી: મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી અબ્દુલસમદ ઉર્ફે બાબા શેખની પાસા હેઠળ અટકાયત