અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મળશે વેગ, કમિશનરે સમયસર કામગીરી પૂર્ણ કરવા આપ્યા નિર્દેશ
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોની પ્રગતિની સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.મ્યુનિસિપલ કમિશનરે આઈકોનિક રોડ પ્રોજેક્ટ અંતર્ગત કેન્યુગ સર્કલથી એસ.જી. હાઈવે તેમજ પકવાન ક્રોસ રોડથી ઇસ્કોન ક્રોસ રોડ સુધી ચાલી રહેલા કામનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. તેમણે પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ, આગામી કાર્યયોજના અને કામગીરી સમયસર પૂર્ણ કરવા અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.
કેન્યુગ સર્કલથી SG હાઈવે સુધી આઈકોનિક રોડનું કામ પુરજોશમાં, કમિશનરે કર્યું નિરીક્ષણ
આ ઉપરાંત સાઉથ વેસ્ટ ઝોનમાં વરસાદી પાણીના અસરકારક નિકાલ માટે હાથ ધરાયેલા લેક ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટની પણ સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ તળાવોને ઇન્ટરલિંક કરી વરસાદી પાણીના સંચય અને નિકાલની વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવાના પ્રયાસોની કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું.મ્યુનિસિપલ કમિશનર એ તમામ પ્રોજેક્ટોને પ્રાથમિકતાના ધોરણે આગળ ધપાવી સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને ભારપૂર્વક સૂચના આપી હતી. શહેરના સર્વાંગી વિકાસ સાથે નાગરિકોને વધુ સારી શહેરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી કામગીરીમાં ઝડપ અને ગુણવત્તા જાળવવા પણ ભાર મૂકાયો હતો.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો