N Coverage

News Website

ગુજકોમાસોલનું ઐતિહાસિક પ્રદર્શન, રૂ. 11,479 કરોડનું ટર્નઓવર

ગુજકોમાસોલનું ઐતિહાસિક પ્રદર્શન, રૂ. 11,479 કરોડનું ટર્નઓવર
Views: 791
1 0
Spread the love

Read Time:11 Minute, 17 Second

65મી વાર્ષિક સાધારણ સભામાં ખેડૂતોને 20% ડિવિડન્ડનો નિર્ણય; ખાતર, બિયારણ, ટેકાના ભાવે ખરીદીથી લઈને ડ્રોન ટેકનોલોજી સુધી નોંધપાત્ર કામગીરીગાંધીનગર: ગુજકોમાસોલની 65મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં ગુજકોમાસોલ તથા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, વાઇસ ચેરમેન બિપિન પટેલ, કૃષિમંત્રી જીતુ વાઘાણી, જયેશ રાદડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સભામાં ગુજકોમાસોલની વર્ષ 2025-26ની કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. સંસ્થાએ ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી વધુ રૂ. 11,479 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે. ગ્રોસ પ્રોફિટ રૂ. 152.63 કરોડ રહ્યો છે, જ્યારે કરવેરા બાદ આશરે રૂ. 60 કરોડનો નફો થયો છે.

વાઇસ ચેરમેન બીપીન પટેલ ગોતા

ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવતી ખરીદીનો હેતુ ખેડૂતોને સીધો લાભ પહોંચાડવાનો છે. ખરીદીમાંથી થતી આવકનો લાભ ખેડૂતોને ડિવિડન્ડના સ્વરૂપે આપવામાં આવે છે.તેમણે કહ્યું કે ભૂતકાળમાં રાજકીય નિર્ણયોના કારણે ખરીદી ન આપવાનો નિર્ણય થયો હતો. જો પુરવઠા નિગમ દ્વારા ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને તેનો સીધો લાભ મળતો નથી, જ્યારે સહકારી સંસ્થા તરીકે ગુજકોમાસોલ ખરીદી કરીને ખેડૂતોના હિતમાં કામ કરે છે.ડ્રોનથી 15 હજાર એકરથી વધુ વિસ્તારમાં છંટકાવખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે રાજ્યભરમાં ડ્રોન ટેકનોલોજી અંગે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 15 હજારથી વધુ એકર વિસ્તારમાં ડ્રોનથી છંટકાવ કરવામાં આવ્યો છે.ટેકનોલોજી આધારિત ખેતીને પ્રોત્સાહન આપીને ખેડૂતોનો ખર્ચ ઘટાડવા અને ખેતીને વધુ આધુનિક બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા 58થી વધારી 60 વર્ષગુજકોમાસોલના કર્મચારીઓના હિતમાં પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.‘ગુજકો’ નામથી નવી બ્રાન્ડ લોન્ચખેડૂતોના ઉત્પાદનોને દેશ-વિદેશના બજારો સુધી પહોંચાડવા માટે ‘ગુજકો’ નામની નવી બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે. આ બ્રાન્ડના માધ્યમથી ખેડૂતોના ઉત્પાદનોને વધુ મોટું માર્કેટ ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે.‘ગુજકો મોલ’ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ, વડોદરા, સુરત અને જામનગર સહિત કુલ 7 મોલ કાર્યરત કરવામાં આવ્યા છે. આગામી સમયમાં અન્ય શહેરોમાં પણ મોલનો વ્યાપ વધારવામાં આવશે. ગુજરાતમાં કુલ 250 ગુજકો મોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.600 વારની ઓફિસથી 5 વિઘાના ભવન સુધીની સફર : દિલીપ સંઘાણીચેરમેન દિલીપ સંઘાણીએ ગુજકોમાસોલની વિકાસયાત્રા અંગે જણાવ્યું કે જ્યારે તેઓ ચૂંટાઈને ગુજકોમાસોલમાં આવ્યા ત્યારે સંસ્થાની ઓફિસ માત્ર 600 વારની હતી. ખેડૂતની સંસ્થા હોય તો તેની ઓફિસ પણ ભવ્ય હોવી જોઈએ તેવું તેમનું માનવું હતું.આજે ગાંધીનગરમાં ગુજકોમાસોલની ઓફિસ 5 વિઘાના વિસ્તારમાં વિકસાવવામાં આવી છે. આ ભવનની દેશભરની વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.તેમણે કહ્યું કે ગુજકોમાસોલની ઇમારતને કોર્પોરેટ લેવલનું બનાવવામાં આવી છે, પરંતુ સંસ્થાની આત્મા આજે પણ સહકારી જ રાખવામાં આવી છે.સંઘાણીએ વધુમાં જણાવ્યું કે દેશમાં એક એવી સહકારી સંસ્થા તરીકે ગુજકોમાસોલ ખેડૂતોને 20 ટકા ડિવિડન્ડ આપે છે. સંસ્થાનું ટર્નઓવર 200 ટકા વધીને રૂ. 11,479 કરોડ સુધી પહોંચ્યું છે.‘સહકારથી સમૃદ્ધિ’ના સૂત્રને સાકાર કરવાની દિશામાં કામગીરીદિલીપ સંઘાણીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા

**‘સહકારથી સમૃદ્ધિ’**

ના સૂત્રને સાકાર કરવાની દિશામાં સહકારી ક્ષેત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે કાયદાકીય અને સંસ્થાકીય સ્તરે પણ અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે.મહેસાણામાં એગ્રી લોજિસ્ટિક પાર્કખેડૂતોના ઉત્પાદનોના સંગ્રહ અને માર્કેટિંગને વધુ મજબૂત બનાવવા માટે મહેસાણા ખાતે એગ્રી લોજિસ્ટિક પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. આ પાર્કને ટૂંક સમયમાં ખુલ્લો મૂકવામાં આવશે.ગાંધીનગરમાં ગુજકોમાસોલ દ્વારા ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. કોમર્શિયલ દરે કોઈપણ ઈલેક્ટ્રિક વાહન અહીં ચાર્જ કરી શકાશે.

સહકારી બેંકોને મજબૂત બનાવવાની જરૂર

માઇક્રો એટીએમ જેવી સુવિધાઓ ગામડાં સુધી પહોંચાડવામાં આવી હોવાનું જણાવતાં જીતુ વાઘાણીએ કહ્યું કે શરૂઆતમાં મુશ્કેલીઓ આવી હતી, પરંતુ સહકારી બેંકોને વધુ મજબૂત બનાવવાનો વિચાર આગળ વધારવો જરૂરી છે.તેમણે જણાવ્યું કે કોઈ એક સમૂહના લાભ માટે રાજ્યને નુકસાન ન થઈ શકે. સરકારની નીતિઓમાં આવક-જાવકના બંને પાસા હોય છે અને કોઈ નિર્ણયથી સામાન્ય માણસ પર ભારણ ન પડે તે જોવું પણ એટલું જ જરૂરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love