N Coverage

News Website

તિરુવનંતપુરમના મેયરે અમદાવાદના વિકાસ મોડલનો અભ્યાસ કર્યો

તિરુવનંતપુરમના મેયરે અમદાવાદના વિકાસ મોડલનો અભ્યાસ કર્યો
Views: 1074
1 0
Spread the love

Read Time:5 Minute, 3 Second

અમદાવાદ શહેરના સર્વાંગી શહેરી વિકાસ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓના સફળ મોડલને નજીકથી સમજવા માટે કેરળના તિરુવનંતપુરમ શહેરના મેયર શ્રી વી.વી. રાજેશના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે અમદાવાદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અમદાવાદ અને તિરુવનંતપુરમ શહેર વચ્ચે શહેરી વિકાસ અને વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.અમદાવાદ મહાનગરપાલિકા ખાતે પહોંચેલા પ્રતિનિધિમંડળનું અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, દંડક અતુલ મિશ્રા તેમજ મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને શહેરોના પ્રતિનિધિઓ વચ્ચે શહેરના વિકાસ, નાગરિકોને આપવામાં આવતી સુવિધાઓ, સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન અને આધુનિક શહેરી આયોજન સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત અમદાવાદની કચરા વ્યવસ્થાપન વ્યવસ્થા પણ મુલાકાતનું મહત્વનું કેન્દ્ર રહી હતી. તિરુવનંતપુરમના મેયર વી.વી. રાજેશ અને પ્રતિનિધિમંડળે અમદાવાદ શહેરમાં દરરોજ ઉત્પન્ન થતા કચરાના વૈજ્ઞાનિક નિકાલ, કચરાના પ્રોસેસિંગ, કચરાના પુનઃઉપયોગ અને સ્વચ્છતા વ્યવસ્થાપન અંગે વિગતવાર માહિતી મેળવી હતી.અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કચરાના વ્યવસ્થિત સંગ્રહથી લઈને તેના પ્રોસેસિંગ અને વૈજ્ઞાનિક નિકાલ સુધી કરવામાં આવતી કામગીરીની રજૂઆત કરવામાં આવી હતી. શહેરમાં કાર્યરત વિવિધ કચરા પ્રોસેસિંગ પ્લાન્ટો, પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અને કચરામાંથી ઉપયોગી સામગ્રીના પુનઃઉપયોગ અંગે પણ પ્રતિનિધિમંડળને માહિતગાર કરવામાં આવ્યું હતું.તિરુવનંતપુરમના પ્રતિનિધિમંડળે અમદાવાદના વેસ્ટ મેનેજમેન્ટ મોડલ અને શહેરની સ્વચ્છતા વ્યવસ્થામાં ઊંડો રસ દાખવ્યો હતો. ખાસ કરીને કચરાના વૈજ્ઞાનિક પ્રોસેસિંગ અને પુનઃઉપયોગની કામગીરી અંગે માહિતી મેળવી હતી.આ સમગ્ર મુલાકાતનો મુખ્ય હેતુ બંને શહેરો વચ્ચે શહેરી વિકાસના અનુભવો અને શ્રેષ્ઠ કામગીરીની પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરવાનો રહ્યો હતો. અમદાવાદના વિકાસ મોડલ, સાબરમતી રિવરફ્રન્ટ અને કચરા વ્યવસ્થાપન જેવી કામગીરીને અન્ય શહેરો માટે પણ ઉપયોગી મોડલ તરીકે જોવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love