N Coverage

News Website

હેડલાઇન: ચોમાસામાં મચ્છરો સામે AMCનું મેગા એક્શન! કન્સ્ટ્રક્શન સાઇટ પર લાર્વા મળતાં 1,000 સુતળીના બોલથી ખાસ કામગીરી

હેડલાઇન: ચોમાસામાં મચ્છરો સામે AMCનું મેગા એક્શન! કન્સ્ટ્રક્શન સાઇટ પર લાર્વા મળતાં 1,000 સુતળીના બોલથી ખાસ કામગીરી
Views: 766
1 0
Spread the love

Read Time:1 Minute, 49 Second

અમદાવાદમાં ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરોના વધતા ઉપદ્રવ અને રોગચાળાને રોકવા માટે AMCનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે.
વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ પર ખાસ ચેકિંગ દરમિયાન નવરંગપુરા વોર્ડની પુણ્યશ્રી સાઇટ પર મોટા પ્રમાણમાં મચ્છરનું બ્રિડિંગ મળી આવ્યું હતું. ત્યારબાદ AMCની હેલ્થ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પાણી ભરાયેલા ટેરેસ, ખુલ્લા પ્લોટ, અવાવરુ જગ્યાઓ, જૂની ઇમારતો તેમજ સરકારી અને AMCની ઇમારતોમાં મોસ્કીટો લાર્વિસાઇડલ ઓઇલથી તૈયાર કરાયેલા સુતળીના બોલ ફેંકવામાં આવ્યા. અત્યાર સુધીમાં 1,000 સુતળીના બોલ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી 500થી વધુ બોલ શહેરના વિવિધ સ્થળોએ ઉપયોગમાં લેવાયા છે.

AMCનું કહેવું છે કે જ્યાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે ત્યાં મચ્છરોનું બિ્રડિંગ ઝડપથી વધે છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો ફેલાવાનો ખતરો રહે છે. તેથી શહેરભરમાં સતત સર્વેલન્સ અને લાર્વા નાશની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love