N Coverage

News Website

AMCની વધુ એક નાગરિકમૈત્રી પહેલ, હવે ઘરઆંગણે મળશે આધારની તમામ સેવાઓ

AMCની વધુ એક નાગરિકમૈત્રી પહેલ, હવે ઘરઆંગણે મળશે આધારની તમામ સેવાઓ
Views: 664
1 0
Spread the love

Read Time:2 Minute, 30 Second

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકોને સરળ અને ઝડપી ડિજિટલ સેવાઓ પૂરી પાડવા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ઠક્કરબાપાનગર વોર્ડમાં આજથી નવા આધાર નોંધણી અને અપડેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.મેયર હિતેશભાઈ બારોટ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ અને AMCના પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલું આ કેન્દ્ર UIDAI દ્વારા અધિકૃત છે. અહીં નવા આધાર કાર્ડની નોંધણી, બાયોમેટ્રિક અપડેટ, સરનામું, મોબાઇલ નંબર સહિતની વિવિધ આધાર સંબંધિત સેવાઓ ઉપલબ્ધ રહેશે.

આ નવા કેન્દ્રના પ્રારંભથી ઠક્કરબાપાનગર, નિકોલ અને આસપાસના વિસ્તારોના હજારો નાગરિકોને હવે આધાર સંબંધિત કામ માટે શહેરના અન્ય વિસ્તારોમાં જવાની જરૂર નહીં રહે. પરિણામે સમય અને ખર્ચ બંનેની બચત થશે તેમજ સેવાઓ વધુ ઝડપથી મળી શકશે.આધાર કેન્દ્ર ઠક્કરબાપાનગર વોર્ડ ઓફિસ, કેવડાજીની ચાલી ખાતે કાર્યરત રહેશે. કેન્દ્ર દર સોમવારથી શનિવાર સવારે 10:00થી સાંજે 5:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.AMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ડિજિટલ ઈન્ડિયા અને ઈઝ ઑફ લિવિંગના વિઝનને સાકાર કરવા શહેરના તમામ વોર્ડમાં આધાર નોંધણી અને અપડેશન કેન્દ્રો કાર્યરત કરવામાં આવી રહ્યા છે. આ પહેલથી નાગરિકોને સરકારી યોજનાઓ અને વિવિધ સેવાઓનો લાભ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે.AMCએ જણાવ્યું છે કે આગામી સમયમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આધુનિક અને નાગરિકમૈત્રી સેવાઓનો વધુ વિસ્તાર કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love