N Coverage

News Website

નવસારીમાં પૂરપીડિતોની સેવામાં ભાજપ કાર્યકર્તાઓ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ‘સેવા હી સંગઠન’ અભિયાનનું નિરીક્ષણ કર્યું

નવસારીમાં પૂરપીડિતોની સેવામાં ભાજપ કાર્યકર્તાઓ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ‘સેવા હી સંગઠન’ અભિયાનનું નિરીક્ષણ કર્યું
Views: 417
0 0
Spread the love

Read Time:2 Minute, 11 Second

નવસારી જિલ્લામાં તાજેતરના પૂરથી પ્રભાવિત પરિવારોની સહાય માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ‘સેવા હી સંગઠન’ અભિયાન હેઠળ રાહત કાર્ય ચાલી રહ્યું છે. આ સેવા પ્રવૃત્તિની મુલાકાત લેવા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ નવસારી સ્થિત શ્રી રામજી મંદિર પહોંચ્યા હતા.શ્રી રામજી મંદિર ખાતે ભાજપના કાર્યકર્તાઓ પૂરપીડિતો માટે મોટા પાયે ભોજન પેકેટ તૈયાર કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ સેવાકાર્યનું નિરીક્ષણ કરી કાર્યકર્તાઓના સમર્પણ અને નિઃસ્વાર્થ ભાવનાની પ્રશંસા કરી હતી

આ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યું કે, “આપત્તિના સમયમાં સેવા આપવી એ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સાચો ધર્મ છે. ‘સેવા હી સંગઠન’ના ભાવ સાથે કાર્યકર્તાઓ રાત-દિવસ પૂરપીડિત ભાઈ-બહેનો સુધી રાહત પહોંચાડવા માટે કાર્યરત છે.”મુલાકાત દરમિયાન રાજ્ય સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ ભુરાભાઈ સહિત ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love