N Coverage

News Website

ગોલ્ડન સિક્સ અવર્સમાં વિવેકાનંદનગર પોલીસનો કમાલ: લૂંટના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી 5 આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

Views: 1240
1 0
Spread the love

Read Time:4 Minute, 45 Second

અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનની ટીમે ગંભીર લૂંટના ગુનાનો માત્ર 6 કલાકમાં ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની ઝડપી કામગીરીને કારણે લૂંટાયેલો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.2 જુલાઈની સાંજે વાંચ ગામથી બીબીપુરા તરફ જઈ રહેલા એક્ટિવા ચાલકને બાઈક અને એક્ટિવા પર આવેલા આરોપીઓએ રસ્તામાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદીએ વાહન ન રોકતાં આરોપીઓએ ચાલતી એક્ટિવાને લાત મારી નીચે પાડી દીધો હતો. ત્યારબાદ ફરિયાદી પર છરી વડે હુમલો કરી ગળામાં પહેરેલી અંદાજે અઢી તોલાની, આશરે ₹3.50 લાખની સોનાની ચેઇન લૂંટી ફરાર થઈ ગયા હતા.

અમદાવાદ ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવેકાનંદનગર પોલીસની આ કામગીરીને “ગોલ્ડન સિક્સ અવર્સ”ના સફળ અમલીકરણનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. બનાવના માત્ર છ કલાકમાં પાંચેય આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.પકડાયેલા આરોપીઓમાં કિરણ ઉર્ફે કૃણાલ દેવીપૂજક, રામસિંહ ઉર્ફે બકો ઠાકોર, અનિલભાઈ ઠાકોર, ફુલાજી ઉર્ફે અજય ઠાકોર અને શ્રવણ ઠાકોરનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય આરોપી કિરણ સામે સુરત શહેરમાં લૂંટના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે અનિલ ઠાકોર સામે ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે.

. આ કામગીરીમાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓ:પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. પરમારએએસઆઈ નરેન્દ્રસિંહ રતનભાઈઆસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ધુડાભાઈ પથાભાઈઆસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ કનકસિંહઆસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કપિલભાઈ ચમનભાઈઆસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રઘુભાઈ રણછોડભાઈઆસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ માધાભાઈઆસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ગીતાબેન રમણભાઈઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ગગજીભાઈઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ મુસ્તાકભાઈઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ રજનીભાઈ કનુભાઈપોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ સરદારસિંહપોલીસ કોન્સ્ટેબલ રામસંગભાઈ કાંતીભાઈએલ.આર. પોલીસ કોન્સ્ટેબલ મિતરાજસિંહ મહાવીરસિંહએલ.આર. પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ કરશનભાઈએલ.આર. પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ દશરથસિંહ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love