રિક્ષામાં બેસાડી લૂંટતી ગેંગનો અંત: સાણંદમાં 4 આરોપી ઝડપાયા, લાખોનો મુદ્દામાલ કબ્જે વૃદ્ધોને રિક્ષામાં બેસાડી લૂંટતા ગેંગનો ભંડાફોડ, સાણંદ પોલીસની મોટી કાર્યવાહી
સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી કામગીરીમાં વૃદ્ધોને નિશાન બનાવી લૂંટ ચલાવતી ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ ગેંગ પેસેન્જર તરીકે સ્વાંગ ધારણ કરી CNG રિક્ષામાં વૃદ્ધોને બેસાડી તેમને લૂંટી લેતી હતી.પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ તથા જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી. ગોહિલના નેતૃત્વમાં સાણંદ પોલીસ સ્ટેશનના સ્ટાફે રિક્ષા લૂટ ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં પ્રકાશ ઉર્ફે જાડિયો ઉર્ફે બટકો ચમનભાઇ મગનભાઇ પટણી (ઉ.વ.44, મેઘાણીનગર, અમદાવાદ), દિલીપ દેવુભાઇ જખવાડિયા (ઉ.વ.40, રબારી કોલોની, વસ્ત્રાલ), વિજયભાઇ ફુલજીભાઇ પટણી (ઉ.વ.50, સરસપુર) અને પુનમબેન અમરતભાઇ જંદાવડા (ઉ.વ.36, સરદારનગર)નો સમાવેશ થાય છે. આરોપીઓ સંઘટિત રીતે ગેંગ બનાવી વૃદ્ધોને નિશાન બનાવી લૂંટની ઘટનાઓ આચરતા હતા, જેને લઇ સાણંદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી તેમને કાબૂમાં લીધા છે. હેઠળ, સાણંદ પોલીસ દ્વારા સર્વેલન્સ અને ટેક્નિકલ ઇનપુટના આધારે આ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપીઓ બાવળા રોડ વિસ્તારમાં એક વૃદ્ધને રિક્ષામાં બેસાડી, છરી બતાવી અને મારપીટ કરીને તેના શર્ટમાં લાગેલા આશરે એક તોલા વજનના ચાર સોનાના બટન (કિંમત અંદાજે ₹1 લાખ) લૂંટી ફરાર થઈ ગયા હતા.
છરી બતાવી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ: સાણંદમાંથી ₹3.11 લાખનો મુદ્દામાલ કબ્જે
આ બનાવને ગંભીરતાથી લઈ પોલીસએ અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી. અંતે ચોક્કસ બાતમીના આધારે ત્રણ પુરુષ અને એક મહિલાને ઝડપીને લૂંટમાં ગયેલો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી CNG રિક્ષા સાથે પકડી પાડવામાં આવ્યા.પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹3,11,500 કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં સોનાના બટન, રિક્ષા, મોબાઇલ ફોન અને છરીનો સમાવેશ થાય છે.પકડાયેલા આરોપીઓમાં પ્રકાશ ઉર્ફે જાડિયો, દિલીપ જખવાડિયા, વિજય પટણી અને પુનમબેનનો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ બાવળા વિસ્તારમાં પણ આ જ રીતે ₹12,000 ની લૂંટ કર્યાની કબૂલાત કરી છે.પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મુખ્ય આરોપી પ્રકાશ સામે અગાઉ અનેક ચોરી, લૂંટ અને જુગારના કેસ નોંધાયેલા છે, જે દર્શાવે છે કે ગેંગ સંઘટિત રીતે ગુનાઓ કરતી હતી.હાલ પોલીસે તમામ આરોપીઓને અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે અને સંઘટિત ગુનાઓના અન્ય કડીઓ શોધવા પ્રયત્નો ચાલુ રાખ્યા છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો