N Coverage

News Website

અમદાવાદમાં મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ પ્રદર્શન

Views: 105
0 0
Spread the love

Read Time:1 Minute, 45 Second

અમદાવાદ શહેરમાં વધતી જતી મોંઘવારીના મુદ્દે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના સંયુક્ત આયોજન હેઠળ ઇન્ડિયન કોલોની વોર્ડ વિસ્તારમાં આવેલા મેમકો ચાર રસ્તા ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા.પ્રદર્શન દરમિયાન ગેસના બાટલા અને ખાદ્ય તેલના વધતા ભાવ સામે કોંગ્રેસ કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ નારા લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાઓ અને પુરુષ કાર્યકર્તાઓએ હાથમાં પ્લેકાર્ડ્સ સાથે મોંઘવારી ઘટાડવાની માંગ ઉઠાવી હતી.

કોંગ્રેસના નેતા સંજય બારોટે જણાવ્યું હતું કે, વધતી મોંઘવારીના કારણે સામાન્ય જનતા પર આર્થિક બોજો વધી રહ્યો છે અને સરકાર આ મુદ્દે નિષ્ફળ સાબિત થઈ રહી છે. તેમણે તાત્કાલિક ભાવ ઘટાડવા અને જનતાને રાહત આપવા સરકારને અપીલ કરી હતી.આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા અને આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love