આ સિરીઝના બીજા દિવસ એટલે આજ રોજ, મુખ્ય વક્તા તરીકે ડૉ. ભરત દવે, નિષ્ણાત સ્પાઇન સર્જન ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ ઓસ્ટીયોપોરોસિસ અને સાર્કોપેનિયા વિષે માહિતી તેમજ માર્ગદર્શન પુરા પાડ્યા હતા. ડૉ. ભરત દવે સ્તવ્ય સ્પાઈન હોસ્પિટલ ના સ્થાપક અને ડિરેક્ટર છે. GCCI બિઝનેસ વુમન કમિટીએ આ સમગ્ર સિરીઝનું આયોજન GCCI હોસ્પિટલ અને મેડિકલ કમિટી સાથે કરેલ છે. આ પ્રસંગે સ્વાગત કરતાં, GCCI બિઝનેસ વુમન કમિટીની ચેરપર્સન શ્રીમતી આશા વઘાસિયાએ આ કાર્યક્રમમાં નિષ્ણાત સ્પાઇન સર્જન ડૉ. ભારતભાઈ દવે, GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયર, ઉપપ્રમુખ અપૂર્વ શાહ તથા માનનીય ખજાનચી ગૌરાંગ ભગતની ઉપસ્થિતિ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
બિઝનેસ વુમન કમિટીની સભ્ય શ્રીમતી બંસી શાહએ ડૉ. ભારત દવેનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો અને જણાવ્યુ હતું કે તેમના દાયકાઓના અનુભવ, કાળજીપૂર્વક અને માનવતાભર્યો અભિગમ તથા માર્ગદર્શક સૂચનો દ્વારા આ વિષય પર પ્રકાશ પડશે, જેના કારણે આ મૌન પરંતુ ગંભીર આરોગ્ય પડકારો અંગે અમારી સમજ વધુ મજબૂત બની રહેશે. આ પ્રસંગે બોલતા ડૉ. ભરત દવેએ ઓસ્ટીયોપોરોસિસ અને સાર્કોપેનિયા વિષે ખૂબ ઊંડાણથી વાત કરી હતી તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેઓએ વ્યક્તિગત જીવનમાં લાંબા સમય સુધી આ બંને રોગને દૂર રાખવા જીવનશૈલીમાં પરિવર્તન તેમજ સક્રિય અને જીવંત દૈનિક દિનચર્યા અને યોગ્ય પોષણ ની આદતોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેઓએ ઓસ્ટીયોપોરોસિસ અને સાર્કોપેનિયા સંબંધિત ટેકનિકલ માહિતી પણ પુરી પાડી હતી.
GCCI ની હેલ્થ સિરીઝના આગામી સત્રોમાં શહેરી વાતાવરણમાં શ્વસન સુખાકારી વિષય પર ડૉ. પાર્થિવ મહેતા, MD, પલ્મોનોલોજિસ્ટ, તેમજ પાચન, રોગપ્રતિકારક શક્તિ અને જીવનશૈલીના ટ્રિગર્સ વિષય પર ડૉ. સુધાંશુ પટવારી, MD, ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ, અને હાર્મની વિથ હેલ્થી હાર્ટ, વર્ક-લાઇફ બેલેન્સ સ્ટ્રેટેજી ફોર એન્ટરપ્રેન્યોર્સ એન્ડ ફેમિલીઝ વિષય પર ડૉ. કેયુર પરીખ, MD, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને Marengo CIMS હોસ્પિટલના ચેરમેન અને ડૉ. અનિશ ચંદારાણા, MD, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, Marengo CIMS હોસ્પિટલ, માહિતી તેમજ માર્ગદર્શન પૂરું પાડશે. BWC કમિટીના મેમ્બર મિસ. કવિતા મોદી એ આભારવિધિ કરી પછી બીજા દિવસનું સત્ર પૂર્ણ થયું હતું.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો