600થી વધુ સભ્યોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન, દેશભક્તિના રંગે રંગાયું ક્લબ પરિસર
અમદાવાદ, : નવરંગપુરા સ્થિત ધ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત લિમિટેડ ખાતે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ક્લબના લૉન્સ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 600થી વધુ ક્લબ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત સવારે 9 વાગ્યે ધ્વજવંદન સમારોહથી થઈ હતી. આ પ્રસંગે ક્લબના હોદ્દેદારો, બોર્ડ સભ્યો તથા મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ભારતીય સેનાના કર્નલ નિતિન જોશી ઉપસ્થિત રહ્યા હતા.
કર્નલ નિતિન જોશીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજને સલામી, ગુંજી ઉઠ્યું રાષ્ટ્રગાન
કર્નલ નિતિન જોશી તથા ક્લબના હોદ્દેદારો અને બોર્ડ સભ્યોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની લાગણીથી ગુંજી ઉઠ્યું હતું.સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી બાદ “સોલફુલ સુરતાલ 4.0” નામના સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્લબના પ્રતિભાશાળી સભ્યોએ દેશભક્તિ ગીતો અને સુમધુર સંગીતની રજૂઆતો કરી હતી. કાર્યક્રમને ઉપસ્થિત સભ્યો તરફથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો.
‘સોલફુલ સુરતાલ 4.0’માં દેશભક્તિના સૂર, ક્લબના સભ્યોએ રજૂ કરી સંગીતમય કૃતિઓ
આ ઉજવણી દ્વારા ધ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત લિમિટેડે રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાથે સભ્યોની પ્રતિભાને પ્રોત્સાહન આપવા તેમજ સભ્યોમાં એકતા, રાષ્ટ્રપ્રેમ અને સામૂહિકતાની ભાવના વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો.ક્લબ દ્વારા તમામ સભ્યો અને તેમના પરિવારજનોને 80મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ રાષ્ટ્રની સેવા અને સુરક્ષા માટે સમર્પિત તમામ વીર જવાનો તથા દેશવાસીઓને વંદન કરવામાં આવ્યું હતું.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો