માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે પ્રાથમિક કક્ષાએથી જ બાળકોને ચેસની તાલીમ આપવી જરૂરી છે
જ્યારે સમગ્ર વિશ્વને નજર ભારત દેશ પર હોય અને ખાસ કરીને ગુજરાત પર આવનાર દિવસ જે રીતે એક્સપોર્ટ ના સર્જન થાય છે એના લઈને અમદાવાદમાં હર્ષો ઉલ્લાસ અત્યારથી દેખાવા લાગ્યા છે વાત કરીએ તો ગુજરાત રાજય ચેસ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ કો.ઓ. બેક લી. ના સહયોગથી તા. ૦૮-૧૨-૨૦૨૫ થી તા. ૧૧-૧૨-૨૦૨૫ દરમ્યાન મ્યુનિ. સ્કૂલ બોર્ડની ૪૫૩ મ્યુનિ. શાળાઓમાંથી શાળા દીઠ એક શિક્ષક એમ કુલ ૪૫૩ શિક્ષકોને ચેસની રમત માટે જેમને ઉત્સાહ હોય તેવા શાળા વાઈઝ ૪૫૩ શિક્ષકોને તાલીમ આપવામાં આવી.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યુ કે ચેસની રમતમાં મ્યુનિ. સ્કૂલના મહત્તમ બાળકો ભાગ લે અને તેનો વર્લ્ડ રેકોર્ડ થાય તે દિશામાં કાર્ય થશે.
સ્કૂલ બોર્ડના ચેરમેનશ્રી ડૉ. સુજય મહેતાએ કહ્યુ હતુ કે ચેસની રમત મ્યુનિ. શાળાના બાળકો અને શિક્ષકો માટે નિષ્ણાંત કોચની વ્યવસ્થા ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે તે ખૂબ ઉમદા નિર્ણય છે. ઓલ ઇન્ડિયા ચેસ એસોસિએશનના સેક્રેટરી અને ગુજરાત ચેસ એસોસિએશનના પ્રેસિડેન્ટ દેવ અજયભાઇ પટેલે જણાવ્યું કે મ્યુનિ. શાળાઓમાં ભણતા આપના બાળકો આગામી સમયની અંદર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજજવળ દેખાવ કરે તેવી મારી પ્રતિબદ્ધતા છે અને આ માટે તમામ મ્યુનિ. શાળાઓને તમામ સાથ અને સહકાર આપવા પ્રયત્નશીલ છીએ.
ગુજરાત રાજય ચેસ એસોસિએશન દ્વારા શિક્ષકોને ગુજરાત સ્ટેટ કો.ઓ. બેક લી. એ નારણપુરા ખાતે આધુનિક સુવિધા સાથે તાલીમ જમવાની વ્યવસ્થા અને તમામ શિક્ષકોને ચેસ બોર્ડ અને શાળા કક્ષાએ બાળકોને રમાડી શકાય તેવી ચેસ કીટ ગુજરાત રાજય ચેસ એસોસિએશન દ્વારા આપવામાં આવી.શહેર કક્ષાની ચેસ તાલીમમાં સ્ટે. કમિટીના ચેરમેન , દેવાંગ દાણી, સ્કૂલ બોર્ડના ચેરમેન, સુજય મહેતા, ઓલ ઇન્ડિયા ચેસ એસોસિએશનના સેક્રેટરી અને ગુજરાત ચેસ એસોસિએશનના પ્રેસિડેન્ટ દેવ અજયભાઇ પટેલ, શાસનાધિકારીશ ડૉ. એલ.ડી.દેસાઇ અને સંયોજક ભાવેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો